રાજકોટ: ગઈકાલે બપોરના સમયે કુવાડવા પોલીસની હદમાં રાજકોટ પોલીસે ચાર શાર્પશૂટરોને દબોચી લીધા હતા. ચારેય જણ જામનગરના અશફાક ખત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેની હત્યાની સોપારી દાઉદના ભાઈ અનિશ ઈબ્રાહિમે આપી હતી. જો કે, ગઈકાલે સાંજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખત્રીને લાવવામાં આવ્યો હતો. જેના મોબાઈલમાં પોલીસને અનિશ ઈબ્રાહિમનો વોટ્સએપ નંબર મળી આવ્યો હતો. વોટ્સએપ પર બંને વચ્ચે શું વાતચીત થતી તેની તપાસ થઈ રહી છે.
એક મહિનાથી ખત્રીને ધમકી મળતી હોવાની આશંકા
રાજકોટ લઈ આવેલા વેપારી અશફાકની પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેને કોઈ ધમકી ન મળી હોવાનું અને તેને આ વાતનો કોઈ ખ્યાલ ન હોવાનો દેખાવો કર્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને વચ્ચે વોટ્સએપ પર એક મહિનાથી વાતચીત થતી હોવાની શંકા છે. અનિશ વોટ્સએપ પર ધમકી હોવાની શંકા સેવાઈ રહી છે.
કાલે માટે ખત્રીએ કરાવી હતી મુંબઈની ફ્લાઈટ ટિકિટ બુક
ચાર શાર્પશૂટર ખત્રીનું ઢીમ ઢાળવા માટે મહારાષ્ટ્રથી વાયા અમદાવાદ થઈ રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે તેણે જામનગરથી મુંબઈની સાંજની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. કયા કારણસર તેની શાર્પશૂટર પકડાયા એજ દિવસની ફ્લાઈટ બુક કરાવી તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે અનિશે વોટ્સએપ પર ધમકી આપતાં તેણે ફ્લાઈટ બુક કરાવી હોઈ શકે છે.
સોપારી પાછળ પાર્ટનર કમ ભત્રીજો હોવાની શંકા
ખત્રીની હત્યાના કાવતરાંમાં તેનો બિઝનેશ પાર્ટનર કમ ભત્રીજો જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ તેનો ભત્રીજો સફદર દુબઈનો બિઝનેશ સંભાળે છે. ખત્રીને હોટ ખૈની ગુટખાનો બિઝનેસ છે. તે દુબઈ સહિત ખાડી દેશોમાં ચલાવે છે.
અનિશે ગુટખા બિઝનેસના કારણે આપી હોઈ શકે છે સોપારી
જામનગરનો ખત્રી પરિવાર દુબઈમાં હોટ ખૈની ગુટખાનો ધંધો ચલાવે છે. તેની સામે દાઉદનો ભાઈ ગોવા ગુટખાનો ધંધો કરે છે. જેમાં તેનો ધંધો પડી ભાંગ્યો છે અને તેને નુકસાન થઈ રહ્યું છે. તેથી તેણે ખત્રીનો બિઝનેશ ભાંગી પડે તે માટે પ્લાન બનાવી તેના મિત્ર અને અશફાકના ભત્રીજાને વાત કરી અને તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે માન્યો ન હતો જેથી સફદર અને અશફાક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આગળની સ્લાઈડ્સ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવેલા અશફાકની અન્ય તસવીરો...
Comments
Post a Comment