રાજકોટ: શનિવારે રાજકોટમાંથી શાર્પશૂટરો ઝડપાયાના બીજા દિવસે ISISના બે આંતકવાદીઓને ગુજરાત એટીએસે દબોચી લીધા છે. જ્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટમાંથી ટાઈમર બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો જેની તપાસ હજુ ચાલુ છે ત્યારે આજે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. બન્ને આતંકીઓ ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના ઈરાદા સેવતા હતા જ્યારે વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા બન્ને ભાઈ છે. આ સમગ્ર કાવતરા પાછળ વસીમની પત્નીનું નામ બહાર આવ્યું છે, જે બન્ને ભાઈઓને આતંકી પ્રવૃતિ માટે ઉશ્કેરતી હતી. જ્યારે આતંકીના પિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ATS બન્ને આતંકી ભાઈઓને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે રાજકોટથી અમદાવાદ લઈ ગઈ હતી. કલાકોની વેડફાટ બાદ ત્યાં પીસી પૂરી કરીને બંને આતંકીઓને લઈને એટીએસ રાજકોટ તરફ રવાના થઈ હતી.



બન્ને ભાઈ લાદેન-બગદાદીને રોલ મોડલ સમજતાં

ગુજરાત એટીએસે બે આંતકીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં એક રાજકોટમાંથી ઝડપાયો હતો જ્યારે બીજો આતંકી ભાવનગરમાંથી ઝડપાયો હતો. જોકે બન્ને ટેક્નિકલ એક્સપર્ટ હતાં. અને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં એક્ટીવ હતાં. જેના કારણે બન્ને ભાઈઓ IMO એપ્લિકેશન દ્વારા વાતચીત કરતા હતાં. વસીમ અને નઈમ રમોડિયા માસ્ક પહેરીને વીડિયો ચેટ કરતાં હતાં. સીરિયા અને ઈરાકમાં બન્ને ભાઈ વાતચીત કરતાં હતાં. જ્યારે લાદેન અને બગદાદીને રોલ મોડલ સમજતાં હતાં. વસીમ ISIS માસ્ટર માઈન્ડ અબુ બકર બગદાદીનું જેહાદી સાહિત્ય પણ વાંચતો હતો. આ બન્ને ભાઈઓ પાછળ મુખ્ય ભેજું વસીમની પત્ની છે. જે બન્નેને ઉશ્કેરતી હતી.
નઈમ અને વસીમ નામના બે આંતકવાદીઓ પકડાયા
વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના બે ISISના સભ્યોની એટીએસ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને સગા ભાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી છે. જેમાં 90 ગ્રામ ગન પાઉડર, 9 વોલ્ટની બેટરી સહિતની સામગ્રી એટીએસ કબજે કરી છે. જ્યારે તેમની સાથે કોણ કોણ સંકળાયેલું હતું તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને આતંકીઓ એક-બે દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો મનસૂબો હતો.
એક આતંકી ભાવનગરમાંથી ઝડપાયો
ભાવનગરમાં આવેલા ફિર્દોષ ફ્લેટમાંથી નહીમ આરિફ રમોડિયા નામના આતંકીને ગુજરાત એટીએસે દબોચી લીધો છે. ગુજરાત ATSએ વહેલી સવારે આ ઓપરેશન બહાર પાડ્યું હતું જેની ભાવનગર પોલીસને ખબર પણ નહોતી. આ આતંકી પાસેથી લેપટોપ, બે મોબાઈલ સહિતની સામગ્રી પકડી હતી. આ આતંકીને પકડવામાં એટીએસના ડીવાયએસપી બલવંતસિંહ ચાવડાનો મહત્વનો ફાળો રહ્યો હતો જે અગાઉ ભાવનગર એલસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે.

આતંકીના પિતા સૌરાષ્ટ્ર યુનિ.ના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા
સૌરાષ્ટ્રમાં જેટલી પણ ડિસ્ટ્રીક્ટ લેવલની મેચો રમાતી હતી તેમાં પકડાયેલા આતંકીઓના પિતા આરિફભાઈ એમ્પાયરિંગ કરતાં હતાં. જ્યારે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. ગયા વર્ષે જ તે રિટાયર્ડ થયા હતા, બંને ભાઈઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ તથા રેલવેની ટીમ વતી રમ્યા હોવાનું પણ જાણવા મળે છે.
Comments
Post a Comment